Kartik – my staff members and I will never be able to forget this name in our lifetime. Kartik is not just another name for us, he is a two and half-year-old kid who has defeated death even after suffering unimaginable physical and psychological pain for 50 days and we call him ‘the little warrior’. So, here is the sensational story of our little hero.

burn treatment ahmedabad

In mid – March while playing at his home, he fell into a large vessel full of hot milk and sustained 45% burn injuries. His parents and family members thought it was just a domestic accident, which did not require any medical advice. But, they were terrified when on the 2nd day of burn injury; the child gradually started losing his consciousness. They rushed him to the nearby doctor and ultimately arrived at my hospital in the middle of the night. At that time the child was already a victim of “invasive burn wound sepsis with severe gram-negative septicemic shock” which is a lethal medical condition. Without wasting a minute, he was admitted to pediatric ICU (intensive care unit) and immediate resuscitation was started with constant monitoring of his condition. Almost after 10 days, the child showed signs of improvement and started coming out of critical condition. Those 10 days were like ‘life or death’ situation for us. After 15 days his overall condition improved and we decided to shift Kartik from pediatric ICU to my hospital and naturally, it was a very happy moment for his parents. But for us, the real challenge began now only. So, what was that real challenge?

As I mentioned before, Kartik had 45% burn injury of which 30% of his body surface sustained third-degree burns. Third-degree burn wounds never heal themselves unless we cover them with patient’s own skin by plastic surgery. This plastic surgery to cover the unhealed wounds is called skin grafting. If timely skin grafting surgery is not done in such critical situation, patient‘s open burn wounds will keep on discharging serum (rich in protein), blood (red blood cells) and electrolytes in copious amounts. Added to that, the bacteria can easily enter into patient’s body from outside environment and pose a serious threat of infection. So, the fast and effective skin grafting was a lifeline for him to be saved from serious bacterial infection, malnourishment and other consequences. But, the real challenge was to harvest the normal skin from patient’s own body. Because he had already injured 45% of his body surface area and we were supposed to cover 30% of his burn wounds from rest of the body. We were facing a situation where the demand-supply ratio of his skin could have reversed and consequences would be very bad, had we encounter a single failure. In plastic surgery, there is always some solution for extremes and we also had one solution for this extreme situation. Scalp skin, yes skin from the scalp can be harvested effectively without damaging hair growth and brain functions. Small children have a much larger amount of skin over scalp than adults, and this scalp skin was like ‘sanjivani’ for this child. But, his parents and relatives had never heard of such a thing before and they refused to give consent for this surgery. I had to counsel them a lot, with audiovisuals, other patient’s photographs, and cured patient’s examples. Though they were illiterate and having many beliefs and superstitions, my genuine effort had its effect and they consented to everything we intended to do for the betterment of the child.

Ultimately, after three major skin grafting surgeries, multiple dressing changes under anesthesia, injections and all sort of physical and mental agony for 50 days, Kartik won this battle against burns and against death also. After passing 50 days wrapped up in white cotton and bandages, he for the first time wore colorful shorts and shirt. It was a wonderful moment for all his family members and us to see him dressed in colors. To celebrate this occasion, we brought many chocolates and toys. Obviously, all staff members and I were excited to have a smiling photograph with Kartik. But, the recent numerous painful experiences were still fresh in his mind and he was feeling uncomfortable and looked afraid of us as can be seen in the photographs. It was his natural response. But, the thankfulness in the eyes of his parents was our best reward for all the teamwork, dedication and hard work that we put in. In fact, such thankful and happy patients give us the energy and enthusiasm to treat hundreds of such Kartik suffering from burns. At this wonderful moment that radiated pure joy, I felt that ‘’the purpose of becoming a plastic surgeon is served”.

burn treatment case

I heartily thank my anesthesiologist friends Dr.Pratik Shah, Dr.Kinjan Patel, our Cutis hospital team comprising medical officer Dr.Haresh, nurse Priya, Motibhai, Janak, Shailesh, Vijay and Dr.Snehal Mehta from Little flower pediatric ICU. Without their support and many others, today the world might have never been able to see Kartik in colors again.

Gujarati Version:- 

એક નાનકડો યોધ્ધો

“કાર્તિક” – આ નામને હું અને મારા સ્ટાફ મેમ્બર્સ જિંદગીમાં નહી ભૂલી શકીએ. અકલ્પનીય શારીરિક અને માનસિક તકલીફો સહન કરી, મૃત્યુને મહાત આપીને નવું જીવન જીતનાર આ નાનકડા અઢી વર્ષના યોધ્ધાની સંવેદનશીલ વાત સાંભળો.

માર્ચ મહિનાની મધ્યમાં ગરમ દૂધના તપેલામાં અકસ્માતે પડી જવાથી કાર્તિક દાઝી ગયેલ. વધારે જાણકારી તથા ભણતરના અભાવે કુટુંબના સભ્યો તેને દેશી પધ્ધતિથી ઘરે જ મલમ લગાડતા હતા. પરંતુ, 45% જેટલી ગંભીર દાઝી જવાની ઈજામાં આવું ક્યાં સુધી ચાલે? બીજા દિવસે સાંજે જ બાળક ધીરે-ધીરે બેભાન થવા લાગ્યો. અને ગામડામાંથી જયારે મારી પાસે તેઓ રાત્રે 12:00 વાગે પહોંચ્યા ત્યારે આ બાળ દર્દી INVASIVE BURN WOUND SEPSIS WITH SEVERE GRAM NEGATIVE SEPTICEMIC SHOCK નો સંપૂર્ણ શિકાર બની ચૂક્યો હતો. આ ક્ષણના પણ વિલંબ વગર પીડીયાટ્ર્રીક આઈ.સી.યુ માં દાખલ કરીને સઘન સારવાર શરૂ કરવામાં આવી. અતિ ગંભીર પરિસ્થિતિમાંથી આ બાળકની તબિયત સુધારા પર આવતાં આશરે 7 થી 10 દિવસ લાગ્યાં. પરંતુ, અમારા માટે આ LIFE OR DEATH જેવો સમય બની રહ્યો. 15 દિવસ પછી અમે જયારે કાર્તિકને પીડીયાટ્ર્રીક આઈ.સી.યુ.માંથી મારી હોસ્પિટલમાં શિફ્ટ્ કર્યો ત્યારે તેના માતા-પિતા તથા અન્ય સગાંવહાલાંનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. પરંતુ, અમારા માટે ખરી ચેલેન્જ તો હવે જ શરૂ થવાની હતી. શું હતી આ ચેલેન્જ?

કાર્તિકના લગભગ 45% પૈકી 30% જેટલો શરીરનો ભાગ થર્ડ ડીગ્રી દાઝી ગયેલો. થર્ડ ડીગ્રી એટલે સૌથી ઊંડું દાઝી જવાની ઈજા. આ પ્રકારની થર્ડ ડીગ્રી બર્ન્સની ઈજામાં દાઝી ગયેલ સ્કીનની જગ્યાએ દર્દીની પોતાની જ નોર્મલ સ્કીનને પ્લાસ્ટીક સર્જરી દ્વારા લગાવવામાં આવે છે, જેને સ્કીન ગ્રાફટીંગ કહેવાય છે. જો યોગ્ય સમયે નવી સ્કીન લગાવવાની પ્લાસ્ટીક સર્જરી ન કરવામાં આવે, તો દાઝી ગયેલ સ્કીનના ખુલ્લા ઘા વાટે શરીરનું પ્રોટીન, રક્તકણ (RBC), ઇલેક્ટ્રોલાઈટ્સ વગેરે સતત નીકળ્યા જ કરે છે, અને આવા ખુલ્લા ઘા વાટે બહારથી બેક્ટેરીયલ ઈન્જેકશન લાગવાનો ખતરો દર્દી માટે જાનનું જોખમ બની રહે છે. ગંભીર કેસમાં જેટલી જલદી અને અસરકારક રીતે પ્લાસ્ટીક સર્જરી કરીને સફળતાપૂર્વક દર્દીના ખુલ્લા ઘા બંધ કરી દેવામાં આવે તેટલી ઝડપથી દર્દીની પરિસ્થિતિ સુધરતી જાય છે અને ઇન્ફેકશન લાગવાનો ખતરો ઘટતો જાય છે. પરંતુ, 45% જેટલું દાઝી જવાના કારણે દાઝી ગયેલ ભાગ પર લગાવવા માટે સાજી (નોર્મલ) સ્કીન લેવાની જગ્યા હવે અમારા દર્દીના શરીરમાં ખુબજ મર્યાદીત હતી. સ્કીનનો ડીમાન્ડ-સપ્લાય રેશિયો ખોરવાઈ જાય તેવી કટોકટીભરી પરિસ્થિતિમાં જો માથાની સ્કીન (SCALP SKIN) મળી જાય, તો દર્દીની સારવાર થોડી સરળ બની શકે. સદ્દનસીબે અમારા દર્દીમાં માથાની સ્કીન તદ્દન નોર્મલ હતી એટલે અમે તેનો ઉપયોગ કરીને દાઝી ગયેલ સ્કીનની જગ્યાએ લગાવી શકીએ તેમ હતાં. પરંતુ, દર્દી માટે ઘણી ફાયદાકારક એવી આ માથાની સ્કીનનો ઉપયોગ કરવાની વાત તેનાં માતા-પિતા તથા અન્ય સગાંવહાલાં પચાવી શક્યા નહી. એક સમય તો એવો આવ્યો કે તેમણે પ્લાસ્ટીક સર્જરી કરીને બાળકની પોતાની સ્કીન લગાવવા માટેના સ્કીન ગ્રાફટીંગ ઓપરેશનની સંમતિ જ ન આપી. દર્દી માટે અત્યંત ખરાબ તથા જોખમી નિર્ણય લેવાનું તેમનું કારણ અજ્ઞાનતા તથા તેમનો ભય હતો તે હું જાણતો હતો. આવા અજ્ઞાન તથા ભયનું નિવારણ માત્ર ધીરજપૂર્વકની સમજાવટ (COUNCELLING) થી જ શક્ય બને, તે પણ મને ખબર હતી.

અંતે દર્દીના માતા-પિતા, કુટુંબના મોભી, તેમના સમાજના પ્રતિષ્ઠિત માણસો વગેરેને ભેગા કરીને ખૂબજ શાંતિથી તથા અન્ય દર્દીના ફોટોગ્રાફ્સ વડે સમજાવીને સ્કીન ગ્રાફટીંગના અત્યંત જરૂરી (LIFE SAVING) ઓપરેશન માટે સંમત કર્યા. અમારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો તથા સખત મહેનતની સાથે અમને કુદરતનાં પણ આશીર્વાદ મળ્યાં. અને તબક્કાવાર પ્લાસ્ટીક સર્જરીના ત્રણ મોટાં ઓપરેશન (MAJOR SURGERIES), અસંખ્ય ડ્રેસીંગ તથા 50 દિવસની સઘન સારવારના અંતે જયારે કાર્તિકને 100% સાજો કરીને ઘરે મોકલવાનો સમય આવ્યો, ત્યારે યાદગીરીરૂપે અમે તેના માટે રમકડાં તથા ચોકલેટ્સ લઈને તેની સાથે ફોટો પડાવવા માટે ગયાં. બધાંને એમ હતું કે બહુ બધી ચોકલેટ્સ અને રમકડાં જોઇને બાળક ખૂબ ખુશ થઇ જશે. પરંતુ, 50 દિવસ સુધી અમે તેને આપેલાં ઈંજેકશન્સ, તેનાં અસંખ્ય ડ્રેસીંગ, ઓપરેશન્સ, બ્લડ ટેસ્ટ વગેરે હજી તેના માનસપટમાંથી ભૂંસાયા નહોતાં. તેથી જ અમારી સાથેના ફોટોગ્રાફ્સમાં તેની નજરમાં અમારા માટેનો અણગમો તથા ડર દેખાય છે. પરંતુ, આવા કોઈ બાળ–દર્દીને સાજો કરીને ઘરે મોકલતી વખતે જયારે તેના માતા-પિતાની ખુશી તથા આભારવશ નજર જોઈએ છીએ ત્યારે એમ લાગે છે, કે પ્લાસ્ટીક સર્જન બનવા માટે કરેલી મહેનત વસૂલ છે.

કાર્તિકને આ સમગ્ર પરિસ્થિતિમાંથી બહાર કાઢીને હેમખેમ ઘરે મોકલવામાં એનેસ્થેટીસ્ટ ડોક્ટર્સ ડૉ.પ્રતિક, ડૉ.કિંજન, તથા અમારા ક્યુટીસ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ ડૉ. હરેશ, પ્રિયા સિસ્ટર, મોતીભાઈ, જનક, શૈલેષ, વિજય અને લીટલ ફ્લા્વર પીડીયાટ્ર્રીક આઈ.સી.યુ.ના ડોક્ટર સ્નેહલ મેહતા તથા અન્ય સ્ટાફની નિષ્ઠાપૂર્વકની ફરજનો પણ મહત્વનો ફાળો છે. – SPECIAL THANKS TO ALL THE TEAM MEMBERS.